Wednesday, May 31, 2006

છેવટે...

વાસ્તવિકતાના કાળમીંઢ પાષાણો અને મારા સ્વપ્ન સાગરના ઉન્મુક્ત મોજાંઓ... છેવટે તો નર્યાં ફીણ ...


-The Poetry Tales

મારો પરિવાર..

મારો પરિવાર એટલે સાંજ... દરિયો... રેતી... ઉદાસી... અને હું...

-The Poetry Tales

Tuesday, May 30, 2006

તરસ..

મારી જીવલેણ તરસની ચરમસીમા અને તારા પ્રતિભાવનું એક બુંદ.... જાણે આખું જીવન તર-બતર !


-The Poetry Tales

Friday, May 26, 2006

યુદ્ધ..

કાળી રાતની યુદ્ધ-ભૂમિ પર 

તારા સ્વપ્નોની સેનાએ મારી નિઃશસ્ત્ર ઊંઘ પર હલ્લો કર્યો.. 

મારી ઊંઘનું સામ્રાજ્ય તહસ-નહસ... 

ને તારી યાદની કાળ-કોટડીમાં 

હું બંદીવાન સમ્રાટ...


-The Poetry Tales