Monday, December 04, 2006

કલંક

મારા ગર્ભના પોલાણમાં પ્રસરી રહ્યું છે વેરાન રણ લીલાછમ્મ થવા મથતાં મારા સ્ત્રીત્વને નિર્મૂળ કરી દે છે એનો ભૂખાળવો ઝંઝાવાત પણ મને તો ગમે છે ભૂરાંભમ્મર ઝાંઝવા અને પ્રસવની પીડા પણ એથી જ અવતારું છું રોજ એકાદ-બે ઝાંઝવાં કલંકોને ધોતી રહું છું એ રીતે...


-The Poetry Tales