Thursday, July 03, 2008

વિષાદ...

મને ગમે છે, મારો વિષાદ... 
અવારનવાર પ્રેમમાં પડું છું
અને એ રીતે 
આવકાર આપ્યા કરું છું, મારા વિષાદને ! 
બસ, 
પછી એને આત્મસમર્પણ કરું છું... 
એ પણ મને સ્વીકારે છે 
(કોઈ તો છે, જે સ્વીકારે છે મને.. અને, કોઈકને તો હું સમર્પિત થઈ શકું છું, પૂર્ણપણે !!) 

 હું એને માણ્યાં કરું છું, 
એ આલિંગે છે મને કસોકસ... 
મારું અસ્તિત્વ હાંફી જાય ત્યાં સુધી... 
મને મજા આવે છે, 
જ્યારે એ ઉતરડી નાંખે છે 
મારા આત્માને,
પોતાના અદ્રશ્ય નખો વડે 
(જે મને કો'ક પ્રેયસીના સ્પર્શથીયે વધુ રેશમી લાગે છે)
અને જલાવી દે છે 
પોતાની અગનજ્વાળામાં 
મારી અમરત્વ પામેલી ઈચ્છાઓને પણ ! 
 મને ગમે છે, મારો વિષાદ... 
એટલે જ તો ફરી નવા પ્રેમની શોધમાં છું, આજકાલ ! 


- The Poetry Tales

 *********************** My friend JT, a Translator by profession and a great soul, took pain to translate વિષાદ in Hindi on my request. It can be enjoyed here :विषाद

Tuesday, June 17, 2008

મન....

હજી હાલ એને નિચોવી, માંડ કોરું કરી તડકે સુકાવા મુક્યું'તું..... ને આ કોના નામનો વરસાદ ફરી ભીંજવી રહ્યો છે, મારા મનને


-The Poetry Tales