Tuesday, August 21, 2007

તારું નામ દઉં

શ્રદ્ધા ફળે જો એને તારું નામ દઉં,
ખુદા મળે જો એને તારું નામ દઉં.

કોરા-કટ કાગળમાં સૂકાભઠ શબ્દો,
લાગણી સળવળે જો એને તારું નામ દઉં.

દિલને થીજવતી આ ઠંડી શૂન્યતા,
બરફ ઓગળે જો એને તારું નામ દઉં.

હવે આ આગમાં કશુંયે ના હોમશો,
ભડકે બળે જો એને તારું નામ દઉં।


-The Poetry Tales


Wednesday, June 27, 2007

એટલે....

  • તારી યાદ એટલે સવારે મારા ઓરડામાં વેર વિખેર કાગળના ડૂચાઓમાં ડૂસકાં ભરતી કવિતા.
  • સૂર્ય એટલે પોતાનીજ આગમાં સળગ્યા કરતું કો’ક અન્ય પણ છે એવી સાંત્વના

        -The Poetry Tales