તને ખૂબ ચાહું છું..
પણ શાપિત છે મારો પ્રેમ,
આદિકાળથી.....
અનંત જન્મો સુધી તને ચાહતા રહેવાનો
અને
તને અનંત ઝખમો આપતા રહેવાનો શાપ છે મારે માથે…
તને આલિંગુ અને તીક્ષ્ણ નહોર ફૂટી નીકળે છે મારા પંજાઓને..
ઉઝરડા પાડી બેસું તારા મન પર...
તને ચૂંબન કરવા ધારું અને
ડ્રેક્યુલાના દાંત ઉગી નીકળે મને..
લોહી નિંગળતા તારા સ્વપ્નો ને જોયા કરું
તારી નિર્દોષ આંખોમાં..
ને તારી આંખો..
જોયા કરે છે મને..
એજ ભાવ થી ..એજ ભક્તિ
થી...
એજ પ્રેમ થી... એજ
તરસ થી...
જોયા કરે છે મને,
તારી એજ સ્વપ્ન-સભર
આંખો...
તું તારા અભિશાપની
વારતા માંડે છે...
પીડાની આરપાર નીકળીને
જ પ્રેમ-પ્રાપ્તિ નો અભિશાપ....
અભિશાપિત છે આપણો
પ્રેમ..
પીડાને તાંતણે બંધાયેલા
રહેવું
એજ
આપણી નિયતિ....- The Poetry Tales