Monday, July 31, 2006

શોધ

વરસાદમાં ઝબકોળાયેલા શહેરની વચ્ચે ઊભો છું હું-- કોરોકટ્.... મારા હિસ્સાનું આકાશ તો પોતાની પાંખોમાં સમેટીને લઈ ગયું છે કોઈ પંખી. હથેળીમાં થીજેલું વાદળ લઈ હું ભટક્યા કરું છું હવે મારા હિસ્સાના સૂર્યને શોધવા...

-The Poetry Tales

Tuesday, July 11, 2006

સંબંધ

સંબંધની બટકણી ડાળ પરથી ખરતાં રહ્યાં મારાં સપનાઓ એક પછી એક... હવે થાક લાગે છે નવા ફળદ્રુપ પ્રદેશની શોધમાં ભટકવાનો...


-The Poetry Tales

Monday, July 10, 2006

સવાર

સવાર એટલે તકિયાને તકિયા તરીકે સ્વીકારી લેવાનો સમય...

-The Poetry Tales

Saturday, July 01, 2006

સંહાર.....

રાતનો આસવ ઘોળી ચકચૂર, અલ્લડ, બેફામ.. મારી પાંપણોનાં દ્વાર તોડી અતિક્રમે તારી સ્મૃતિ- સંહાર એની પ્રકૃતિ સુંવાળા સ્વપ્નોનો સ્વાંગ રચી મને ભરમાવે ને પછી પોતાના વિકરાળ પંજાથી મને ચૂંથ્યા કરે રાત આખી- આખરે જંગ જીતે ને મારા અસ્તિત્વના પરાજિત ગઢ પર લહેરાવે વિજય-પતાકા સવારે હું શ્વેત ચાદરમાંથી સમેટું મારી સ્વસ્થતાના કણસતાં ટુકડાઓ...

-The Poetry Tales