અવારનવાર પ્રેમમાં પડું છું
અને
એ રીતે
આવકાર આપ્યા કરું છું,
મારા વિષાદને !
બસ,
પછી એને આત્મસમર્પણ કરું છું...
એ પણ મને સ્વીકારે છે
(કોઈ તો છે, જે સ્વીકારે છે મને..
અને,
કોઈકને તો હું સમર્પિત થઈ શકું છું,
પૂર્ણપણે !!)
હું એને માણ્યાં કરું છું,
એ આલિંગે છે મને
કસોકસ...
મારું અસ્તિત્વ હાંફી જાય ત્યાં સુધી...
મને મજા આવે છે,
જ્યારે એ ઉતરડી નાંખે છે
મારા આત્માને,
પોતાના અદ્રશ્ય નખો વડે (જે મને કો'ક પ્રેયસીના
સ્પર્શથીયે વધુ રેશમી લાગે છે)
અને જલાવી દે છે
પોતાની અગનજ્વાળામાં
મારી
અમરત્વ પામેલી ઈચ્છાઓને પણ !
મને ગમે છે,
મારો વિષાદ...
એટલે જ તો
ફરી નવા પ્રેમની
શોધમાં છું,
આજકાલ !
- The Poetry Tales
***********************
My friend JT, a Translator by profession and a great soul, took pain to translate વિષાદ in Hindi on my request. It can be enjoyed here :
विषाद